Tuesday, April 28, 2026
HomeGujaratમોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા 16 હજારના...

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા 16 હજારના NFOFC કેબલની ચોરી

Advertisement
Advertisement

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્વારા નાખવામાં આવેલા એન.એફ.ઓ.એફ.સી. (કેબલ) આશરે 200 મીટર કિં રૂ. 14 હજાર તથા તેની સાથે જોઈન્ટ ક્લોઝર કિં રૂ.2 હજાર મળી કુલ કિં રૂ.16 હજારના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ નોકરી – ૧૧૪ નેટવર્ક સિગંલ કંપની પીન નં.૯૧૭૮૧૧ સી/ઓ ૫૬ APO અમદાવાદ મૂળ યુનીટ – ૧૧ નેટવર્ક સિગંલ રેજીમેટ જોધપુરમા નોકરી કરતા અરવિંદસિંગ કરણસિંગ લોધી (ઉ.વ. ૩૭) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની સરકારી કચેરીના એલ.એન.ટી. કંપની દ્રારા નાખેલા 200 મીટર એન.એફ.એસ.ઓ.સી. (કેબલ) જેની કિ.રૂ.14 હજાર તથા તેની સાથે લાગેલા જોઇન્ટ ક્લોઝર જેની કિ.રૂ.2 હજાર સહિત કુલ 16 હજારનો મુદ્દામાલ કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular