HomeGujaratમોરબીના કેટલાક વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી માટે શુક્ર અને શનિ બે દિવસ વીજપુરવઠો...

મોરબીના કેટલાક વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરી માટે શુક્ર અને શનિ બે દિવસ વીજપુરવઠો બંધ રહેશે, જાણો કયા છે વિસ્તારો…

મોરબીના પેટા-2 વિભાગ હેઠળ આવતીકાલથી તા. 16 અને 17 ના રોજ કેટલાક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

 

તો આવતીકાલે શુક્રવારે રેલવે ફીડરમાં શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો તથા શનિવારે શ્રદ્ધા ફીડરમાં શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ કરવામાં આવશે. તેમજ કામગીરી પૂર્ણ થતા જ કોઇપણ જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. જેની નોંધ લેવા શહેર પેટા વિભાગ – 2ના નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular