HomeMorbiમોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા
મોરબીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ! ઘૂંટુ પાસે બ્રેઝામાંથી 315 બોટલ સાથે બે ઝડપાયા
મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરી સામે LCBએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઘૂંટુ ગામ નજીકથી પસાર થતી એક બ્રેઝા કારને અટકાવી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની 315 બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના ઘૂંટુ ગામ પાસે મેન રોડ પર શંકાસ્પદ સ્થિતિમાં ઉભેલી બ્રેઝા ગાડી રજિસ્ટર નં. GJ-36-BB-5656 ની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ -315 કિંમત રૂપિયા 75,485 તથા કાર કિંમત રૂપિયા 8,00,000 મળી કુલ કિંમત રૂપિયા 8,75,485 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી પ્રતાપભાઈ ભરતભાઈ કેરવાડીયા તથા રોહિતભાઈ સવઘણભાઈ ઈંદરીયા રહે. બંને રાતાભર ગામ તા. હળવદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શક્તિ રાજપુત રહે. માથક ગામ તા. હળવદવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.