HomeGujaratમોરબીના શહેર 2 વિભાગના વિસ્તારોમાં ત્રણ દિવસ મેન્ટેનન્સની કામગીરીના કારણે વીજપુરવઠો બંધ...

મોરબીના શહેર 2 વિભાગના વિસ્તારોમાં ત્રણ દિવસ મેન્ટેનન્સની કામગીરીના કારણે વીજપુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળના વિસ્તારોમાં તા. 20/21/22 મેના રોજ મેઇન્ટનન્સની કામગીરીને લીધે 06:30 થી 2:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

તા.20 ને મંગળવારના રોજ વૈભવ ફીડરમાં લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા 1/2/3, બાપા કે પ્લઝાઝ, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ, ધર્મ ભક્તિ કોમ્પલેક્ષ, રામકુવા, ગુજરાત જીન, ત્રાજપર ખારી, કુબેર સિનેમા,ભગવતી ચેમ્બર સહિતના વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

તેમજ તા. 21 ને બુધવારના રોજ દરબારગઢ ફીડરમાં મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

તા.22ને બુધવારના રોજ સીટી ફીડરમાં મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટથી ગ્રીન ચોક, સુધીનો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Most Popular