HomeMorbiટંકારામાં 5 લેભાગુ તત્વોએ ગેરકાયદે કબ્જો કરી યુવકનું મકાન પચાવી પાડ્યું

ટંકારામાં 5 લેભાગુ તત્વોએ ગેરકાયદે કબ્જો કરી યુવકનું મકાન પચાવી પાડ્યું

ટંકારામાં આવેલા યુવકના મકાન પર ગેરકાયદે કબ્જો કરી મકાન પચાવી પાડનાર પાંચ શખ્સો વિરુદ્ધ યુવકે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા અને વેપાર કરતા અંતિમસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.39) એ આરોપી અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરશા સરવદી તથા અલીશા અકબરશા સરવદી, રહે.બધા- ટંકારા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદીના ટંકારા ગામે આવેલા મકાનમાં એકબીજાને મદદગારી કરી ગેરકાયદે કબ્જો કરી મકાન પચાવી પાડી લીધુ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020ની કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular