HomeMorbiHalvadહળવદના ટીકર ગામેથી સગીરાને ભગાડી જનાર શખ્સ કડીના બાવલુથી ઝડપાયો

હળવદના ટીકર ગામેથી સગીરાને ભગાડી જનાર શખ્સ કડીના બાવલુથી ઝડપાયો

હળવદના ટીકર ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપી આખરે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ ગામેથી પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, હળવદના ટીકર ગામેથી સગીરાને ભગાડી જનાર આરોપી અલ્પેશભાઈ કાનુભાઇ આડેસરા રહે. નિમકનગર તા. ધ્રાંગધ્રા ને AHTU ટીમે મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલુ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ લક્ષ્મણપુરા ગામની સીમમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પકડી તેમજ સગીરાને હસ્તગત કરી હળવદ પો.સ્ટે.ને સોંપવામાં આવી છે.

 

આ કામગીરીમાં પીઆઈ એમ.બી. મિસ્ત્રી, ASI ફુલીબેન ઠાકોર, HC નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર રોકાયેલ હતા.

RELATED ARTICLES

Most Popular