મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ચોકડી પાસે દુકાન ચલાવતા આધેડે પોતાની દુકાનમાં એક શખ્સને નોકરીએ રાખ્યો હતો અને તેને ઉછીના પૈસા આપ્યા હતા જે પરત માંગતા આરોપીને સારૂં નહીં લાગતા ચાર શખ્સોએ આધેડને પાઈપ વડે મારમાર્યો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીમાં ધરતી ટાવર-1 બોનીપાર્ક રવાપર ફ્લેટ નં.401 માં રહેતા વિજયભાઈ કેશવભાઈ સરડવા (ઉ.વ.49) એ આરોપી રફિકભાઈ નુરમામદભાઈ સિપાઈ, મકબુલ, સાહિલ, તથા અજાણ્યો શખ્સ રહે. મોરબી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની દુકાનમાં આરોપી રફિકભાઈ નોકરી કરતો હોય તેણે ફરીયાદી પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા જે પરત માંગતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને પાઈપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




