HomeMorbiટંકારા હાઈવે પર એક કરોડની માતબર રકમની લૂંટ, મોરબી પોલીસ દોડતી થઈ

ટંકારા હાઈવે પર એક કરોડની માતબર રકમની લૂંટ, મોરબી પોલીસ દોડતી થઈ

ટંકારા હાઈવે પર આજે એક મોટી લૂંટનો બનાવ બની ગયો. વેપારી પાસેથી રોકડા રૂપિયાથી ભરેલો થેલો લુંટી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બેગમાં લાખો નહિ પરંતુ એકાદ કરોડની કેશ ભરેલી હતી જે લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા છે.

મોરબી રાજકોટ હાઈવે પર ખજુરા હોટેલ પાસે લૂંટની ઘટના બની છે જેમાં અજાણ્યા શખ્સોએ વેપારીનો રોકડ ભરેલ થેલો લૂંટી નાસી ગયા હતા, સુત્રોના જણાવ્યા મુજબ બેગમાં એકાદ કરોડની માતબર રકમ હતી. આ બનાવની જાણ થતા ટંકારા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમો ઘટના સ્થળે દોડી જઈને તપાસ ચલાવી રહી છે. જીલ્લામાં નાકાબંધી સહિતની કામગીરી કરી લૂંટારુઓએ ઝડપી પાડવા પોલીસ તપાસ ચલાવી રહી છે.

RELATED ARTICLES

Most Popular