HomeGujaratબગથળા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

બગથળા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આવેલા પાણીના તળાવમાં કોઈ કારણસર ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (ઉ.વ.33) નામના યુવક કોઇ અગ્મય કારણોસર બગથળા ગામે બગથળીયા મંદીર પાસે આવેલા પાણીના તળાવમાં ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular