માળીયા મીયાણા તાલુકાના મોટા ભેલા ગામે દાવલશા પીરની દરગાહ સામે વૃદ્ધ મહિલાના ઘર સામે જાહેરમાં શેરીમાં આરોપી પોતાની ગાડી લઈને નીકળ્યા હતા ત્યારે તેને શેરીના પ્રેમજીભાઈએ ગાડી ધીમી ચલાવવાનું કહેતા તેમની સાથે બોલાચાલી કરી નજીકમાં વૃદ્ધના દિકરાએ તેના વિશે કહ્યું હતું કે, જો અમારા ઘરે પ્રસંગ હોત તો અમારે આરોપી સાથે ઝઘડો થાત આ વાત આરોપી પાસે પહોંચતા આરોપી આવી વૃદ્ધ મહિલાના પુત્રોને લાકડી અને પથ્થરથી માર મારી જાતી પ્રત્યે હડધૂત કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, માળીયા મીયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા અને મજુરી કરતા ભાનુબેન માવજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૮) એ તેમના જ ગામના ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી બે દિવસ પહેલા ફરીયાદિની શેરીમાંથી આરોપી પોતાની ગાડી લઇને નીકળ્યા હતા ત્યારે તેને શેરીમાં રહેતા પ્રેમજીભાઇએ તેને ગાડી ધીરે ચલાવવા કહ્યું હતું જેથી આરોપી ભાવેશે તેની સાથે બોલાચાલી કરી હતી જેથી નજીકમાં મારા દીકરા જેન્તીલાલ એ તેના વિશે કહેલ કે જો અમારા ઘરે પ્રસંગ હોત તો અમારે આ ભાવેશ સાથે ઝઘડો થાય આમ આ વાત આરોપી સુધી પહોંચી જતા આરોપીએ આવી ફરીયાદીના દિકરા જેન્તીલાલ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી ફરીયાદીના દિકરા અશ્વિન ઉર્ફે અશોકને પથ્થર વડે ઇજા કરી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




