Wednesday, April 29, 2026
HomeGujaratપાનેલીના આયુષ્યમાન આરોગ્ય મંદિરે કિશોરાવસ્થા દિવસની ઈજવણી to

પાનેલીના આયુષ્યમાન આરોગ્ય મંદિરે કિશોરાવસ્થા દિવસની ઈજવણી to

Advertisement
Advertisement

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિય ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા દ્વારા કિશોરીઓને શારીરિક માનસીક તેમજ વર્તનમા થતા ફેરફારો વિશે, પોષણ, વ્યસન, નાની વય થતા લગ્નમાં જોવા મળતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી સમજ આપવામાં આવી હતી.

કિશોરીઓને IFA, સેનેટરી પેડ, તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ પૌસ્ટિક ભોજન અને જ્યુસની મજા કરાવી હતી. કાર્યક્રમમાં સીએચઓ ખુશ્બુબેન પટેલ દ્વારા પર્સનલ હાઈઝિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉજવણી દરમિયાન પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ હડીયલએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા આશા વર્કર બહેનો મીનાબેન સોલંકી, રમીલાબેન સોલંકી, જયશ્રીબેન સોલંકી અને વનિતાબેન સોલંકીએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular