હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે દર મહિને 150 બહેનોની પ્રસૂતી સમયે નોર્મલ ડિલિવરી થઈ રહી છે પરંતુ સિજેરિયન ડિલિવરી માટે દર્દીને ન છૂટકે મોરબી અથવા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા ત્યારે આ અંગે નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનોએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની ખાલી પડેલી જગ્યાને ભરી આપવા રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આ અંગે આરોગ્ય વિભાગમાં ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી હતી ત્યારે તે અનુસંધાને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ (ગાયનેક) ડૉ.વિરાજ વિડજાની નિમણુંક કરાઈ છે જેથી હવે પ્રસૂતા સમયે સિજેરિયન ઓપરેશન સમયે પ્રસૂતાને બહારગામ વધુ સારવાર માટે રીફર નહીં કરવા પડે અને હળવદ ખાતે જ નોર્મલ અને સિજેરિયન ડિલિવરી થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યના પ્રયાસથી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સહિત તમામ અધ્યયન સાધનો વસાવવામાં આવ્યા છે જેથી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સુવિધા મેળવે તેવી જ અથવા તેનાથી પણ ઉત્તમ સુવિધા નિઃશુલ્ક પણે મેળવી શકશે ડૉ. વિરાજ વિડજા પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા આતુર છે ત્યારે આ નિમણૂક થકી અનેક દર્દી નારાયણ અને સામાન્ય પરિવારોને લાભ મળશે ત્યારે ધારાસભ્યનો હળવદ તાલુકાની જનતાએ પણ આ તકે આભાર વ્યક્ત કર્યો છે.




