HomeGujaratમોરબીના વીશીપરામાંથી ગુમ થયેલા યુવકની લાશ મચ્છુ નદીના પાણીમાંથી મળી 

મોરબીના વીશીપરામાંથી ગુમ થયેલા યુવકની લાશ મચ્છુ નદીના પાણીમાંથી મળી 

મોરબીના વીશીપરામાં રહેતો યુવક ગુમ થઈ ગયો હતો ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.35) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી ગયેલી હાલતમાં લાશ મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular