Sunday, May 3, 2026
HomeMorbiHalvadહળવદના ચરાડવા ગામે યુવકને રીક્ષાના હપ્તાના નામે 10 હજાર પડાવી લીધા

હળવદના ચરાડવા ગામે યુવકને રીક્ષાના હપ્તાના નામે 10 હજાર પડાવી લીધા

Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચરાડવા ગામે યુવકને આરોપીઓએ કોલ કરી બજાજ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી યુવકને રીક્ષાનો હપ્તો ચડી ગયો હોય જે હપ્તો ભરવા માટે ફોનમાં વાતચીત કરી વોટ્સએપમાં વેપારીની બેન્ક ખાતામાં સ્કેનર મોકલી ફોન પે મારફતે રૂ.10,192 પડાવી છેતરપીંડી કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા મનોજભાઇ વાલજીભાઈ હળવદીયા (ઉ.વ.38) એ આરોપી મોબાઇલ નંબર ધારક તથા અર્ચના બેન નામની વ્યક્તિ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ભેગા મળી બજાજ કંપની માથી બોલતા હોવાનુ કહી ફરીયાદીની રીક્ષાનો હપ્તો ચડી ગયો હોય જે હપ્તો ભરવા માટે ફોનમાં વાતચીત કરી ફરીયાદીનો વિશ્વાસ કેળવી બદ્દદાનતથી ફરીયાદીના વોટસઅપમાં એક સ્કેનર મોકલી ફરીયાદીના એસ.બી.આઇ. બેન્કના ખાતા માથી ફોન પે મારફતે રૂ.10,192 ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી રીક્ષાનો કોઇ હપ્તો પણ ભર્યો નહી અને રૂપીયા પણ પાછા નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular