મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા બંને યુવકો લગ્ન પ્રસંગે ઘુંટુ ગામે ગયા હતા. જ્યાં અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થઈ હોવાથી તે વાતનો ખાર રાખી બંને પક્ષો વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા નીતીનભાઇ ભરતભાઈ લાંબરીયા (ઉ.વ.22) એ આરોપી કાનાભાઇ નવઘણભાઈ કાટોડીયા રહે. ઉંચી માંડલ ગામવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ઘૂંટુ ગામે રામનગરી સોસાયટીમાં લગ્નપંસગે ગયા હતા ત્યારે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી છરી બતાવી ગાળો આપી ઝપાઝપી કરી મુંઢ માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા જોધાભાઈ ઉર્ફે કાનાભાઇ નવઘણભાઈ કાટોડીયા (ઉ.વ.23) એ આરોપી નીતીનભાઇ ભરતભાઈ રહે. ઉંચી માંડલ ગામે તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ઘૂંટુ ગામે રામનગરી સોસાયટીમા લગ્નપંસગે ગયા હતા ત્યારે મોટરસાયકલ લઇને જતા હોય તે વખતે આરોપીએ અગાઉ ઘરની પાસે બાથરૂમ બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી લાકડી વડે માથાના ભાગે તેમજ પગના ભાગે મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




