Monday, April 20, 2026
HomeMorbiજબલપુર ગામની સીમમાં ભાડે રાખેલા શેડનો ભાડા કરાર પોલીસ સ્ટેશને જમા નહીં...

જબલપુર ગામની સીમમાં ભાડે રાખેલા શેડનો ભાડા કરાર પોલીસ સ્ટેશને જમા નહીં કરાવતા ટંકારા પોલીસે ગુનો નોંધ્યો

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલા બાલાજી કોયર કારખાના શેડ ભાડેથી આપી તેનો ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવતા માલિક વિરુદ્ધ ટંકારા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા આરોપી અંબારામભાઈ પોપટભાઈ બોડા (ઉ.વ.76) એ પોતાની માલિકીના ટંકારા લતીપર રોડ પર જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોયર કારખાના શેડ ભાડેથી આપી તેનો ભાડા કરાર ટંકારા પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૨૨૩ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular