Monday, May 4, 2026
HomeMorbiHalvadહળવદના શરણેશ્વર મહાદેવ મંદિર નજીક એક વરલીભક્ત ઝડપાયો

હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર નજીક એક વરલીભક્ત ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં જુગારના કેસ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે જેને અટકાવવા પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી જુગારીઓને પકડી પાઠ ભણાવી રહી છે. ત્યારે હળવદમાં વધુ એક વરલીભક્ત ઝડપાયો છે.

હળવદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શરણેશ્વર મહાદેવ મંદિર નજીક તળાવ કાંઠેથી આરોપી ભુપત ઉર્ફે મુન્નો લખમણભાઈ બજાણીયા રહે.ટિકર રોડ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતો ઝડપી પાડ્યો હતો. સાથે જ તેમની પાસે રહેલા રોકડા રૂપિયા 960 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular