HomeMorbiHalvadહળવદના માથક ગામના યુવકે રાતાભેર ગામ પાસે ચાર શખ્સોએ યુવકને માર મારી...

હળવદના માથક ગામના યુવકે રાતાભેર ગામ પાસે ચાર શખ્સોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 

હળવદ તાલુકાના માથક ગામે રહેતા યુવકને આરોપીઓ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખી યુવક હળવદના રાતાભેર ગામ પાસે રસ્તામાં બાઈક લઈને જતા હોય ત્યારે ચાર શખ્સો આવી યુવકને ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને પંચરની દુકાન ચલાવતા રવીભાઈ રણછોડભાઈ સડાણીયા (ઉ.વ.21) એ આરોપી નીખીલભાઈ રાજુભાઇ ગોહિલ તથા વિશાલભાઈ રાજપૂત રહે. બંને માથક ગામ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપી નીખીલભાઈ સાથે આગાઉ માથાકુટ થઇ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી રોડ પર મોટર સાયકલ લઈને જતા હોય ત્યારે આરોપીઓએ ભેગા મળી હેરીયર ગાડીમાં ફરીયાદીની પાછળ જઈ રસ્તામાં ફરીયાદીને ઉભો રખાવી ગાળો આપી ધોકાથી માર મારી મુંઢ ઇજાઓ કરી મોટરસાયકલને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular