HomeMorbiHalvadહળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા તળે વડોદરા જેલ હવાલે

હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા તળે વડોદરા જેલ હવાલે

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા તળે ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી વિજયભાઇ જયંતીભાઇ અઘારા (ઉ.વ.40) રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલુ હોય, જે શખ્સની મોરબી એલસીબી પોલીસે અટક કરી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular