HomeMorbiટંકારાના રામપર ગામે કરિયાણાની દુકાન બહાર બાઈકની ધોળા દિવસે ચોરી

ટંકારાના રામપર ગામે કરિયાણાની દુકાન બહાર બાઈકની ધોળા દિવસે ચોરી

ટંકારા તાલુકાના મોટા રામપર ગામે કરીયાણાની દુકાન બહાર ખુલ્લા મેદાનમાંથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરીક્ષીતસિંહ રણુભા ઝાલા (ઉ.વ.33) એ અજાણ્યા ચોર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના પિતાજી રણુભા આલુભા ઝાલાની માલીકીનું હોન્ડા કંપનીનું યુનીકોર્ન મોટરસાયકલ જેની કિ.રૂ.25 હજાર થાય છે, તેમની વાડીના મજુર રાજુભાઇ માંગીલાલ વાડીએથી મહેન્દ્રપુર ગામે દુકાને વસ્તુ લેવા માટે ગયા હતા અને મોટરસાયકલ દુકાન બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરી દુકાનમાં વસ્તુ લેવા ગયા તે દરમિયાન કોઇ અજાણ્યો ચોર મોટરસાયકલની ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular