HomeMorbiHalvadહળવદના કડીયાણા ગામે વોંકળામાં ન્હાવા ગયેલા 2 બાળકો ડૂબી જતા પરિવારમાં કરુણાંતિકા 

હળવદના કડીયાણા ગામે વોંકળામાં ન્હાવા ગયેલા 2 બાળકો ડૂબી જતા પરિવારમાં કરુણાંતિકા 

હળવદ તાલુકાના કડીયાણા ગામે એક કરુણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વોકળામાં ન્હાવા ગયેલ બે બાળકોના પાણીમાં ડૂબી જતા મોત થયા છે.

આ બનાવને પગલે પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હાલ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, કડિયાણા ગામના રહેવાસી આદિત્ય મુન્નાભાઈ રાતડીયા (ઉ.વ.13) અને પ્રિન્સ મુકેશભાઈ રાતડીયા (ઉ.વ.9) એમ બે બાળકો ગામમાં આવેલા ખેતરની બાજુમાંથી પસાર થતા વોકળામાં ન્હાવા ગયા હતા ત્યારે બંને બાળકો પાણીમાં ડૂબી જતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા. વોકળામાંથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ ટીમ પણ બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. બે માસૂમ બાળકોના કરુણ મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને બાળકોના પરિવારમાં હૈયા ફાટ રૂદન સાથે કરુણાંતિકા જોવા મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular