Sunday, May 3, 2026
HomeMorbiHalvadહળવદ વેગડવાવ રોડ પરથી ચોરાવ બાઇક સાથે આરોપી ઝડપાયો 

હળવદ વેગડવાવ રોડ પરથી ચોરાવ બાઇક સાથે આરોપી ઝડપાયો 

Advertisement
Advertisement

હળવદ વેગડવાવ રોડ પરથી ચોરાવ મોટરસાયકલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હળવદ વેગડવાવ રોડ પર એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના બાઇક સાથે નીકળતા તેને ઉભો રખાવી મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપતા પોકેટ કોપ મોબાઇલ મારફતે મોટર સાયકલના માલીક સર્ચ કરતા “વાસુદેવભાઈ કેશાભાઈ ઈંટોદરા રહે.ટીકર ગામ તા.હળવદ” અંગે જાણવા મળ્યું હતું. જેથી, બાઇક ચાલકને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોટર સાયકલ હળવદ દશામાના મંદીર પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

જેથી આ ચોરીની બાઇકને કબ્જે કરી આરોપી વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક (ઉં.વ.20) રહે.હાલ માથક ગામની સીમ તા-હળવદ મુળ રહે-વાડોદર ઘંટી તા-મોરવાહડફ જી.પંચમહાલવાળાની અટક આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular