HomeMorbiટંકારાના ચકચારી જુગાર કેસમાં નાસતા ફરતા PI YK ગોહિલની ધરપકડ 

ટંકારાના ચકચારી જુગાર કેસમાં નાસતા ફરતા PI YK ગોહિલની ધરપકડ 

ટંકારાના હાઈપ્રોફાઈલ જુગારધામ કેસમાં કોન્સ્ટેબલ હાજર થયા બાદ લીંબડી ડીવાયએસપી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન SMC ની ટીમ દ્વારા નાસતા ફરતા PI વાય.કે. ગોહિલની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

ટંકારા લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગારની રેડમાં તોડકાંડ બહાર આવ્યું હતું જે મામલે SMC ટીમ દ્વારા તપાસ ચલાવીને PI વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાવામાં આવ્યો હતો, તેમજ બંને નાસતા ફરતા હોવાથી પોલીસ દ્વારા નોટીસ ઇસ્યુ કરીને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હોય જેમ કોન્ટેબલ મહિપતસિંહ હાજર થયો હતો.

જો કે, PI વાય.કે. ગોહિલ નાસતો ફરતો હતો. જે નાસતા ફરતા PI વાય.કે. ગોહિલની SMC ટીમે ગતરાત્રીના ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular