HomeMorbiMaliya Miyanaકચ્છથી મોરબી આવતી કારમાં વિદેશી દારૂની 247 બોટલ સાથે ચાલકને માળિયા પોલીસે...

કચ્છથી મોરબી આવતી કારમાં વિદેશી દારૂની 247 બોટલ સાથે ચાલકને માળિયા પોલીસે ઝડપી પાડ્યો

કચ્છથી વિદેશી દારૂ ભરીને એક કાર મોરબી તરફ આવી રહી હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે વોચ ગોઠવી મોડીરાત્રે કાર ચાલકને શહેનશાહવલીના પાટિયા નજીક આંતરી લઈ વિદેશી દારૂની 247 બોટલ તેમજ કાર સાથે દબોચી લઈ કાર સહિત રૂ.8,76,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા મિયાણા પોલીસને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી વિદેશી દારૂ ભરેલી કાર મોરબી તરફ આવી રહી છે જે બાતમીને આધારે શહેનશાહવલીના પાટિયા નજીક પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક અભિષેક મુકેશભાઈ બદીયાણી રહે.જામનગર વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 247 બોટલ કિંમત રૂ. 4,71,500નો જથ્થો મળી આવતા પોલીસે 4 લાખની કાર સહિત કુલ રૂ. 8,76,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી અભિષેકની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો સામખીયારી ગામના મામા નામના શખ્સે ભરાવી આપ્યો હોવાનું કબુલતા મામાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular