ટંકારા તાલુકાના હરબટિયાળી ગામની સીમમાં વાડીમાંથી પસાર થતી પાઇપલાઇન કાઢવા મુદ્દે શેઢા પાડોશીઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા આ ઝઘડામાં બન્ને પક્ષને ઈજાઓ થઈ હોય સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હરબટિયાળી ગામે બનેલી ઘટના અંગે હાલમાં રાજકોટ સેટેલાઇટ ચોકમાં રહેતા કીર્તિભાઈ ટપુભાઈ સંઘાણીએ આરોપી પંકજ ખીમજીભાઈ સંઘાણી, રજનીકાંત ખીમજીભાઈ સંઘાણી અને કલ્પેશ ખીમજીભાઈ સંઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓ પાણીની પાઇપલાઇન ખોદકામ ક૨ી કાપતા હોવાથી સાહેદ ખુશાલભાઈએ લાઇન કાપવાની ના પાડતા આરોપીઓએ ઝઘડો કરી પથ્થર મારી લાકડીથી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
સામાપક્ષે હાલમાં મવડી ચોકડી નજીક રહેતા રજનીકાંતભાઈ ખીમજીભાઈ સંઘાણીએ આરોપી ખુશાલભાઈ જેઠાભાઈ સંઘાણી, નૌતમભાઈ ટપુભાઈ સંઘાણી અને કીર્તિભાઈ ટપુભાઈ સંઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓની પાણીની લાઈન ફરિયાદીની વાડીમાંથી નીકળતી હોય જે કાઢી નાખવાની હોય છતાં આરોપીઓએ કાઢી ન હોવાથી સાહેદ ખુશાલભાઈ બીજી વાડીએ જતા હતા ત્યારે આરોપીઓએ ગાળાગાળી કરી લાકડીથી માર મારતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.




