Sunday, April 19, 2026
HomeGujaratસીઝનના પહેલા વરસાદમાં જ મોરબીમાં મેઘરાજાની બટાસટ્ટી, 24 કલાકમાં જ 5 ઇંચ...

સીઝનના પહેલા વરસાદમાં જ મોરબીમાં મેઘરાજાની બટાસટ્ટી, 24 કલાકમાં જ 5 ઇંચ વરસાદ વરસ્યો

Advertisement
Advertisement

ઉનાળાની આકરી ગરમી સહન કર્યા બાદ આખરે સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે, જો કે, વાતાવરણમાં હજુ પણ ખાસ્સો એવો બફારો છે અને હજુ પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં તા.16 જુનને સોમવારથી સતાવાર રીતે ચોમાસુ બેસી ગયાનું જાહેર કર્યું છે ત્યારે મોરબી જિલ્લા ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સટાસટી બોલાવી દેતા 10 કલાકમાં જ મોરબી શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

ગઈકાલે સવારથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં મેઘતાંડવ શરૂ થયા બાદ ધીમેધીમે સૌરાષ્ટ્ર – કચ્છમાં મેઘાવી માહોલ જામ્યો છે, જેમાં રાત્રીના આઠ વાગ્યા બાદ મેઘરાજા મોરબી જિલ્લામાં મનમૂકીને વરસતા સીઝનના પ્રથમ વરસાદમાં જ મોરબીમાં 124 મીમી, ટંકારામાં 100 મીમી, હળવદમાં 89 મીમી, વાંકનેરમાં 57 મીમી અને માળીયા મિયાણામાં 46 મીમી વરસાદ વરસ્યો હતો.

ચોમાસાના પ્રારંભે જ જિલ્લામાં પોણા બે ઇંચથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ વરસતા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

મોરબી જિલ્લામાં તાલુકા વાઈઝ વરસાદ જોઈએ તો, મોરબીમાં 124 મીમી, ટંકારામાં 100 મીમી, હળવદમાં 89 મીમી, વાંકાનેરમાં 57 મીમી, માળિયા (મી)માં 46 મીમી વરસાદ નોંધાયો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular