HomeMorbiHalvadહળવદ માળિયા હાઈવે રોડ પર CNG રીક્ષામાંથી દારૂની 60 બોટલો સાથે બે...

હળવદ માળિયા હાઈવે રોડ પર CNG રીક્ષામાંથી દારૂની 60 બોટલો સાથે બે શખ્સ ઝડપાયા 

હળવદ માળિયા હાઈવે રોડ પર સરા ચોકડી નજીક CNG રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની 60 બોટલો સાથે બે શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ માળિયા હાઈવે રોડ પર સરા ચોકડી નજીક આરોપીઓએ પોતાની CNG ઓટો રીક્ષામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 60 બોટલ કિં.રૂ.51,600 તથા રીક્ષાના રૂ.1 લાખ મળી કુલ કિં.રૂ.1.51 લાખના મુદ્દામાલ સાથે આરોપી અજીતકુમાર કાળુભાઇ ઓણેસા (ઉ.વ.28) રહે. પીપળીધામ ભરવાડવાસ તા.પાટડી જી.સુરેન્દ્રનગર તથા અરમાન ઇકબાલભાઇ જુણેઝા (ઉ.વ.21) રહે. રણછોડનગર તા.જી.મોરબીવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular