માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળતા બે શખ્સોને કુલ કિ.રૂ.6.22 લાખના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડા વાળો માણસો રાખી નવાગામ થી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબામાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવી વાહનમાં હેરાફેરી કરી કરાવે છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક મહિન્દ્રા પીકઅપ વાહન ઉભેલ હોય જેને કોર્ડન કરી ટોર્ચની લાઇટ કરી જોતા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી જેમાં દેશીદારૂ બનાવવાના ઠંડો તથા ગરમ આથો 1800 લીટર જેની કિ.રૂ.45 હજાર તથા 385 લિટર દેશી દારૂની કિંમત રૂ.77 હજાર તેમજ મહિન્દ્રા પીકઅપ મેકસ લોડીંગ વાહન કિ.રૂ.5 લાખ મળી કુલ કિં રૂ.6.22 લાખના મુદામાલ સાથે બે શખ્સો ફરદીન હાજીભાઇ મહમદભાઇ માણેક મ (ઉ.વ.19) તથા સાજીદ અયુબભાઇ બાબુભાઇ મીરા (ઉ.વ.19) રહે. બંને મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાછળ રણછોડનગર મુળ રહે.ધ્રાંગધ્રા જુની મોચીવાડ જી.સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ આરીફ જેડા રહે. મોરબી વીસીપરા ખાડામાં મોરબીવાળાનુ નામ ખુલતા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરી છે.




