Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમોરબી અને હળવદથી થયેલી બાઈક ચોરીનો ગુનો ડિટેક્ટ થયો, માળીયાથી એક શખ્સ...

મોરબી અને હળવદથી થયેલી બાઈક ચોરીનો ગુનો ડિટેક્ટ થયો, માળીયાથી એક શખ્સ ત્રણ બાઇક સાથે ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં બાઇક ચોરીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ આરોપીઓને ઝડપી લેવા એક્શન મોડમાં આવી કાર્યવાહી કરી રહી છે.

હળવદ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બે મોટરસાયકલ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી, એક શખ્સને ત્રણ ચોરીના મોટરસાયકલ સાથે માળીયા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી બાતમીદારો પાસેથી મળેલી બાતમી મુજબ, રજાક દોસમામદ મીંયાણા રહે. કાજરડા નીશાળ પાસે તા.માળીયા વાળો પોતે ચોરી કરેલા મોટર સાયકલો તેના મકાને રાખેલ છે અને પોતે પણ ત્યાં હાજર છે. જેથી શખ્સના રહેણાંક મકાને તપાસ કરતા તેના ફળીયામાંથી નંબર પ્લેટ વગરના અલગ અલગ ત્રણ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલો મળી આવ્યા હતા, જે ત્રણેય મોટર સાયકલ બાબતે શખ્સને પુછતા પોતે આડુ અવળું બોલતો હોય અને આ ત્રણેય મોટર સાયકલોના આધાર કે આર.સી.બુક માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી શખ્સની વિશેષ પુછપરછ કરતા તેણે આ મોટર સાયકલો અલગ-અલગ જગ્યાએથી મોરબી તાલુકાના લુંટાવદર ગામે તથા હળવદ તાલુકાના દેવળીયા ગામે તથા ભચાઉ ખાતેથી ચોરી કરેલ હોય જેથી મળી આવેલ મોટર સાયકલો બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ ચોરી થયેલ હોવાનુ જણાયેલ જેથી આરોપી પાસેથી મળી આવેલ ત્રણેય મોટરસાયકલ પૈકી બે મોટરસાયકલ ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે તેમજ એક મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ શખ્સને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular