Monday, May 4, 2026
HomeGujaratમોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના 18 હજાર સેરવી ઠગાઈ કરી

મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના 18 હજાર સેરવી ઠગાઈ કરી

Advertisement
Advertisement

મોરબીમાં મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા સેરવી લીધા હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી છે ત્યારે ફરી મોરબીમા રીક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય બની છે. ત્યારે મોરબી નવા ડેલા રોડ પરથી રીક્ષામાં બેસલ એક વૃદ્ધના ખીસ્સામાંથી ઠગ ટોળકીએ રૂ.18 હજાર સેરવી લીધા હોવાની સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી બાયપાસ રોડ કામધેનુ સામે ઇંન્દ્રપ્રસ્થ સોસાયટીમાં બ્લોક નં.80 માં રહેતા ભરતભાઇ હીરાભાઈ ડાભી (ઉ.વ‌.59) એ આરોપી એક CNG રીક્ષા ચાલક તથા એક અજાણ્યો શખ્સ તથા એક મહિલા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી નવા ડેલા રોડથી નહેરૂ ગેટ પાસે આવેલ શાક માર્કેટમા જવા માટે રોડ પર ઉભા હોય તે દરમિયાન અજાણ્યા સી.એન.જી રીક્ષા ચાલક તથા તેમા બેઠેલા અજાણ્યા પુરૂષ તથા મહીલાએ ફરીયાદીને રીક્ષામા બેસાડી ધક્કા મુક્કી કરી ફરીયાદીની નઝર ચુકવી ફરીયાદીના પેંટના ખીસ્સામાંથી રોકડ રૂ.18 હજારની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular