HomeGujaratNDPS ના ગુનામાં 6 માસથી ફરાર આરોપીને કચ્છના આદિપુરથી ટંકારા પોલીસે ઝડપી...

NDPS ના ગુનામાં 6 માસથી ફરાર આરોપીને કચ્છના આદિપુરથી ટંકારા પોલીસે ઝડપી પાડ્યો 

ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને કચ્છના આદિપુર ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા શાક માર્કેટમાંથી આરોપી હુસેનભાઇ ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી પાસેથી ગાંજાનો 1.435 ગ્રામ જથ્થો કિ.રૂ.14,350 તથા રોકડ રૂ.2 હજાર અને મોબાઇલ ફોન સહિત કુલ મુદામાલ રૂ.46,850 કબજે કરવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી નિજામભાઇ ઇબ્રાહીમભાઇ આમરોણીયા (ઉ.વ.24) રહે. ટંકારા વાળાની ધરપકડ કરવામા આવી હોય જે આરોપીને ગાંજાનો જથ્થો આપનાર શખ્સ આરોપી સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયા રહે. હાલ- ગાંધીધામ રબારી વાસ ચોક જી-કચ્છ મુળ રહે.દાદર ગામ તા-સમી જી-પાટણ વાળાનુ નામ ખુલતા જે આરોપી અંગે અવારનવાર તપાસ કરવા છતા છેલ્લા છ મહીનાથી ફરાર હતો તે સંતોષ ઉર્ફે લાલો મોતીભાઇ દઢાણીયાને કચ્છના આદિપુર ખાતેથી અટક કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular