HomeGujaratમોરબીના પીપળી ગામે ભાડાના ઘરમાં રાખેલી દારૂની 44 બોટલ મળી

મોરબીના પીપળી ગામે ભાડાના ઘરમાં રાખેલી દારૂની 44 બોટલ મળી

મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી-2 માં રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 44 બોટલ કિં.રૂ.48,400 ના મુદ્દામાલ સાથે એક મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મૂળ જામનગર જિલ્લાના લતીપર ગામના વતની અને હાલ મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી-2 માં રહેતા આરોપી ભારતીબેન અમીતભાઇ ગોહીલ (ઉ.વ.31) એ ભાડાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 44 બોટલ કિં.રૂ.49,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular