વાંકાનેર ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસે આવેલી શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલા ઇંગ્લીશ દારૂની 816 બોટલો કિ.રૂ.8,97,600 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.29,34,204 ના મુદામાલ સાથે બે આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળી હતી કે, એક ટ્રક મોરબી-વાંકાનેર હાઇવે રોડ ભાયાતી જાંબુડીયા ગામની સીમ ભાયાતી જાંબુડીયા પાટીયા નજીક આવેલા શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાં પડ્યો છે અને ત્યા બે શખ્સો હાજર છે જે ટ્રકમાં માટીની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભર્યો છે. આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ ટ્રક ટ્રેલરની તપાસ કરી આ ટ્રક ટ્રેલર ચેક કરતા તેમાં આરોપી રવીજીતસિંહ રૂપસિંગ રાવત, અબ્દુલ શ્રવણસિંગ હરબુસિંગ મેરાત રહે.ઢોસલા ગામ થાણા સાંકેત નગર તા.જી.બ્યાવર રાજસ્થાનવાળા પાસેથી ટ્રક કિ.રૂ.20 લાખ તથા વિદેશી દારૂની 816 બોટલો કી.રૂ.28,97,600 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.29,34,204 નો મુદામાલ સાથે મળી આવતા પોલીસે પુછપરછ કરતા અન્ય બે શખ્સો માલ મોકલનાર- રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત રહે જવાજા જી.બ્યાવર રાજસ્થાન તથા માલ મંગાવનાર- ઉદયભાઈ જોરૂભાઈ કરપડા રહે.હાલ મોરબી હળવદ રોડ મહેંદ્રનગર તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.




