Monday, May 4, 2026
HomeGujaratમોરબી પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, જિલ્લાભરના પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરાઈ

મોરબી પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, જિલ્લાભરના પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરાઈ

Advertisement
Advertisement

એક તરફ મોરબીમાં રોજ બરોજ ગુનાખોરી વધી રહી છે, ગુનાખોરો બેફામ બની રહ્યા છે, જો કે, પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી ગુનેગારોને પકડી રહી છે ત્યારે હવે મોરબી પોલીસ અરસ પરસ બદલી કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ભાગદોડ મચી ગઈ છે.

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં UPC દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાની વાંકાનેરથી હળવદ, UHC લાલભા રઘુભાઈ ચૌહાણની હળવદથી મોરબી તાલુકા, AASI તેજપાલ સિંહ કિરીટસિંહ ઝાલાની હળવદથી એમ.ટી. વિભાગ, UHC મહેશકુમાર જશકરણદાન ઈસરાણીની ટંકારાથી પોલીસ હેડ ક્વાર્ટરમાં, APC સતીશ રાજેશભાઈ બસીયાની હળવદથી વાંકાનેર સીટી, UPC ભાવેશ હરિભાઈ ડાંગર ની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી માળિયા, UPC હસમુખ ઈશ્વરભાઈ ચાવડા ની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ટ્રાફિક શાખામાં, UHC નિર્મળસિંહ રામસિંહ જાડેજાની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી એલસીબીમાં, AHC વિજયકુમાર મૂળભાઈ ચાવડાની પોલીસ હેડ ક્વાર્ટરથી પોલીસ હેડ ક્વાર્ટર અટેચ વાયરલેસ શાખામાં, AHC રોહિતકુમાર અંબારામભાઈ દેત્રોજાની પોલીસ હેડ ક્વાર્ટર શાખાથી ટ્રાફિક શાખામાં, UASI જીતેન્દ્રકુમાર કાંતિલાલ અઘારા ની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી વાંકાનેર તાલુકામાં, UPC મયુર જલાભાઇ ચાવડા ની હળવદ થી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, APC દીપકભાઈ દશરથસિંહ કાઠીયાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી માળીયામાં, ALR મોહમ્મદ રેનીસ અમીયલ કડીવારની પોલીસ હેડ ક્વાર્ટરથી વાંકાનેર તાલુકામાં, UPC રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડની ટંકારાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, WALR ભૂમિ સમીરભાઈ સોલંકી ની પોલીસ હેડ ક્વાટર થી મહિલા પોલીસ સ્ટેશનમાં, APC હર વિજય સિંહ કિરીટસિંહ ઝાલા ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી હળવદમાં, UHC મયુર ધ્વજ સિંહ હરિશ્ચંદ્ર સિંહ જાડેજાની મહિલા પોલીસ સ્ટેશનથી વાંકાનેર સીટીમાં, UHC વિજય કુમાર નાગદાન ભાઈ મિયાત્રાની વાંકાનેર વિભાગથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં, UASI જયેન્દ્રસિંહ કનકસિંહ ઝાલાની ટંકારા એકાઉન્ટ રા.હેડથી માળીયા એકાઉન્ટ રા. હેડમાં, UHC સુરેશભાઈ ધોધજીભાઈ પરમારની માળીયાથી હળવદ, UASI લગ્ન કિશોરદાન ગઢવી ની ટ્રાફિક શાખાથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં, UPC પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી એલસીબી માં, UHC રમેશચંદ્ર રાયધનભાઈ મિયાત્રાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, UPC મુકેશભાઈ બીજલભાઇ જીલરીયાની મહિલા પોલીસ સ્ટેશનમાંથી જિલ્લા કંટ્રોલરૂમમાં અને APC યશવંતસિંહ પ્રવિણસિંહ ઝાલાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરસપરસ બદલી કરવામાં આવી છે.

તો આ તમામ પોલીસ કર્મચારીને ફાળવવામાં આવેલા સરકારી ક્વાર્ટર નિયમ મુજબ બે માસમાં ખાલી કરવાના રહેશે. જો કોઈ કર્મચારી સરકારી ક્વાર્ટર સમયમર્યાદામાં ખાલી ન કરે તો આગળની કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક તથા જે તે થાણા ઇન્ચાર્જ તથા રી. પોલીસ ઇન્સ્પેક્ટર એ કરવાની રહેશે. સાથે જ પોલીસ કર્મચારીને બદલી વાળી જગ્યાએ તાત્કાલિક છુટા કરી છુટા કર્યા અંગેની જાણ પણ કરવા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular