HomeGujaratમોરબીમાં 55 વર્ષીય આધેડનું આયુષ હોસ્પિટલમાં કમરનું ઈમરજન્સી સફળ ઓપરેશન

મોરબીમાં 55 વર્ષીય આધેડનું આયુષ હોસ્પિટલમાં કમરનું ઈમરજન્સી સફળ ઓપરેશન

મોરબી જીલ્લામાં 55 વર્ષીય દર્દીને બેભાન હાલતમાં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દીની તપાસ કરતા તેમજ દર્દીના સગાને દર્દીની જાણકારી પુછતા જણાયું હતું કે તેમને એ જ દિવસમાં ૩ થી 4 વખત મગજની આંચકી તેમજ મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા. તેમજ એક વર્ષ પેલા દર્દીને બીજા હોસ્પિટલમાં મગજમાં પાણી ભરાતા (Hydrocephalus ) તેમનું ઓપરેશન (V-P-Shunt) પણ કરાવ્યું છે. પ્રાયમરી તેમજ ખેંચ (Convulsion) ની સારવાર ઈમરજન્સીમાં કરી દર્દીને જરૂરી રિપોર્ટ કે જેવા MRI ને એ કરાવી ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની આંચકીની સારવાર કરવા છતાં બીજા દિવસે બેભાન અવસ્થામાં ફેર ન પડવાથી દર્દીનો કમરના ભાગનું પાણી (CSF Study) ની તપાસ કરવાનું નક્કી કરયું તપાસ કરતા જણાયું કે, તેમને જીવાણું (Bacterial Meningitis) નો ચેપ છે. કમરના પાણીમાં રિપોર્ટ મુજબ સારવારમાં ફેરફાર કરતા દર્દીને બેભાન અવસ્થા ધીમે, ધીમે સુધરવા લાગી આજે સરસ ભાનમાં તેમજ ચાલતા ફરતા છે. આથી દર્દીને હસતા મો એ આયુષ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular