હાલમાં ફાર્મર રજીસ્ટ્રેશનનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો ધ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવો ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓનો લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે.
હાલમાં મોરબી જિલ્લામાં ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) અંગેના કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જેમાં ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ-8અ તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઈલ નંબર સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે. આથી કેમ્પ દરમિયાન ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકાય.
વધુમાં બહાર ગામ રહેતા ખેડૂતોએ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન ક૨ી શકે છે અથવા કોઈ પણ નજીકના સી.એસ.સી. (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકો છો. આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ-8 અ તેમજ આધારકાર્ડ લીંક હોય તે મોબાઈલ નંબર સાથે રાખવો ખાસ જરૂરી છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના તલાટી-કમ-મંત્રી/ગ્રામસેવકનો સંપર્ક કરવો તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.




