HomeGujaratમોરબીના નવા બસ સ્ટેન્ડમાં પગ પર ST બસનું પૈડું ફરી વળતા યુવતી...

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં પગ પર ST બસનું પૈડું ફરી વળતા યુવતી ઇજાગ્રસ્ત

મોરબી નવા બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભેલી એક દિકરીને ફુલ સ્પીડમા આવી રહેલી એસ.ટી. બસના ચાલકે હડફેટે લઈ પગમાં પૈડું ફરી વળતાં ગંભીર ઈજા પહોંચી છે. જે મામલે એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ગૌતમભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ (ઉ.વ.38) એ આરોપી મોરબી ખેતરડી રૂટની એસ.ટી બસના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબી ખેતરડી રૂટની એસ.ટી બસ ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી રીતે ચલાવી લાવી ફરીયાદીની દીકરી નેહાબેનના ડાબાપગ પર બસનુ આગળનુ વિલ ચડાવી દેતા ડાબા પગના અંગુઠામા ફેકચર જેવી ગંભીર ઇજા તથા અંગુઠાની બાજુની બન્ને આંગળીના નખ નિકળી જતા ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular