ટંકારાના ગજડી ગામના આધેડે મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપનો કરાર કરેલ હોય જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેમાં આધેડના ફોન પર એક શખ્સે મેસેજ કરી આધેડને ખોટા કેસ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા અને ખેતી કરતા પ્રકાશભાઈ કાળુભાઈ ડાંગર (ઉ.વ.44) એ આરોપી અશોક જયંતીલાલ ભારતીય રહે. વાસણા-8 ઇશાન એવન્યુ સુંદરવન સોસાયટી અમદાવાદ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી અશોકએ ફોન કરી જણાવ્યું હતું કે, ફરીયાદીએ લીવ ઇન રીલેશનશીપનો કરાર મહિલા સાથે કરેલો હતો જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેથી ફરીયાદીના મોબાઈલ નંબર પર મિસ્ડ ફોન તથા વ્હોટસએપ કોલ તથા મેસેજ કરી ફરીયાદીને ખોટા કેશ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની સતત ધમકીઓ આપતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




