HomeMorbiવાંકાનેરના સિમ્બોસા સિરામિક કારખાના પાસે ટ્રક ચાલકની બેદરકારીથી ક્લીનરનું મોત

વાંકાનેરના સિમ્બોસા સિરામિક કારખાના પાસે ટ્રક ચાલકની બેદરકારીથી ક્લીનરનું મોત

વાંકાનેર તાલુકાના ઢુંવા – માટેલ રોડ પર આવેલા સિમ્બોસા સિરામિક કારખાનામાં ટ્રક ટ્રેઈલર ચાલક અશોકભાઈ માનસંગભાઈ પારેજીયા રહે.હજનાળી વાળાએ બેદરકારીથી ટ્રક ચલાવી એકદમ ટર્ન મારતા ટ્રક ટ્રેલર પલ્ટી જતા ટ્રેલરની કેબિનમાં બેઠેલા ક્લીનર રોહિતભાઈ અશ્વિનભાઈ ધંધુકિયા નામના યુવાનનું કેબિન નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા અશ્વિનભાઈ ધંધુકિયાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular