HomeMorbiHalvadહળવદના જૂના દેવળીયા ગામે વાડીના શેઢે જાહેરમાં તીનપત્તી રમતા છ જુગારી ઝડપાયા

હળવદના જૂના દેવળીયા ગામે વાડીના શેઢે જાહેરમાં તીનપત્તી રમતા છ જુગારી ઝડપાયા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં આરોપી રસીકભાઇ ભોરણીયાની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો રસીકભાઇ અરજણભાઇ ભોરણીયા (ઉ.વ.40), અરવિંદભાઇ ઉર્ફે કાળુભાઇ મગનભાઇ ફેફર જાતે પટેલ (ઉ.વ.45), ધીરૂભાઇ ઉર્ફે ખેરૂ અમરશીભાઇ અધારા, જયંતીભાઇ લાભુભાઇ ભોરણીયા (ઉ.વ.56), શંકરભાઇ રામજીભાઇ ભોરણીયા (ઉ.વ.60) રહે, પાંચેય જુના દેવળીયા તા.હળવદ તથા બળદેવભાઇ જગજીવનભાઇ કાલરીયા (ઉ.વ.55) રહે ગામ રોહીશાળા તા. માળીયાવાળાને રોકડ રૂ.18,350 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular