Monday, May 4, 2026
HomeGujaratમોરબી જિલ્લામાં પ્રોહીબીશનના 61 કેસ નોંધાયા 

મોરબી જિલ્લામાં પ્રોહીબીશનના 61 કેસ નોંધાયા 

Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ દ્વારા કોમ્બિંગ દરમિયાન પ્રોહીબીશનના 61 કેસો શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં એ ડીવીઝન પોલીસના 9 કેસો, બી ડીવીઝનના 9 કેસો, તાલુકા પોલીસના 22 કેસો, માળિયા પોલીસના 10, વાંકાનેર તાલુકા પોલીસના 6, હળવદ પોલીસના 5 કેસો મળીને કુલ 61 કેસો શોધી રૂ.96,405 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પોલીસ ટીમો દ્વારા પ્રોહીબીશન અંગે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન જીલ્લા પોલીસની ટીમોએ કુલ 61 કેસો શોધી કાઢ્યા હતા, જેમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા 56 લીટર દેશી દારૂ અને 15 લીટર આથો, બી ડીવીઝન પોલીસ દ્વારા 53 લીટર દેશી દારૂ અને ઈંગ્લીશ દારૂની 13 બોટલો, તાલુકા પોલીસ દ્વારા 142 લીટર દેશી દારૂ, માળિયા પોલીસે 42 લીટર દેશી દારૂ અને આથો 800 લીટર, વાંકાનેર તાલુકા પોલીસે 40 લીટર અને હળવદ પોલીસે 25 લીટર દેશી દારૂ અને 30 લીટર આથાના જથ્થા સહિત કુલ રૂ.96,405 નો મુદામાલ કબ્જે લીધો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular