HomeMorbiHalvadહળવદના રણમલપુર ગામે વૃદ્ધનું બાઇક ચોરી થયું

હળવદના રણમલપુર ગામે વૃદ્ધનું બાઇક ચોરી થયું

હળવદ તાલુકાના રણમલપુર ગામે દેવકરણભાઈ કેશવજીભાઇ પટેલના ઘર પાસેથી વૃદ્ધનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.60) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રણમલપુર ગામે દેવકરણભાઈ કેશવજીભાઇ પટેલના ઘર પાસે ફરીયાદનુ પાર્ક કરેલું સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેની કિંમત રૂ.20 હજાર અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular