HomeMorbiMaliya Miyanaમાળિયા ગામની સીમમાંથી થયેલી પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયો 

માળિયા ગામની સીમમાંથી થયેલી પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયો 

માળીયા (મીં) ગામની સીમમાં થયેલી પવનચકીના કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી કોપર વાયર તથા ચોરીમાં વપરાયેલા સાધનો સાથે મળી કુલ રૂ.80,700 ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.

માળીયા મીયાણા ગામની સીમમાં દેવગઢ જવાના રસ્તા પર પવનચક્કીનો કેબલ વાયર ચોરી થયેલ હોય જેમાં અજાણ્યા માણસોએ સુઝલોન કંપનીની પવનચક્કીના દરવાજાના તાળા તોડી પવનચક્કીના પાવર સપ્લાયના કોપર વાયરની ચોરી કરી લઇ ગયા હોય જે ચોરીના ગુનાને અંજામ આપનાર શખ્સો હાલ માળીયા શહેશાવલી પાટીયા પાસે આવેલ હોવાની બાતમી મળતા માળિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ શખ્સોની તપાસ કરતા કુલ ચાર શખ્સો સાજીદ ખમીશાભાઈ ઘાંચી (ઉ.વ.25) રહે. સીતારામ પરીવાર વિસ્તાર, રેલ્વે ફાટક પાસે, અંજાર જી. કચ્છ ભુજ, કાસમશા ઇબ્રાહીમશા શેખ (ઉ.વ.30) રહે. શેખટીંબા, બાપુની દરગાહ પાસે, અંજાર જી. કચ્છ ભુજ, ઇબ્રાહીમભાઇ યુસુફભાઈ સામતાણી (ઉ.વ.21) રહે. હાલ શેખટીબા, બાપુની દરગાહ પાસે, અંજાર જી. કચ્છ ભુજ મુળ રહે. માળીયા મીયાણા તથા સમીરભાઇ હનીફભાઇ મકવાણી (ઉ.વ.21) રહે. હાલ શેખટીંબા, બાપુની દરગાહ પાસે, અંજાર જી. કચ્છ ભુજ મુળ શિકારપુર તા. સામખીયાળી જી. કચ્છ ભુજવાળો શંકાસ્પદ હાલતમાં મળી આવતા આરોપીઓને ઝડપી પાડી ચારેય આરોપીઓએ ગુનો કર્યાની કબુલાત આપતા ચારેય શખ્સોની સઘન પુછપરછ કરતા આરોપીઓ પાસેથી કોપર વાયરના ઘુચરા વજન આશરે 90 કિલો કિ.રૂ.72 હજાર, ઓક્સીજનનો 1 બાટલો કિ.રૂ.5 હજાર, ગેસ કટર તથા રબ્બરની પાઇપો કિ.રૂ.2500, લોખંડની કોસ કિ.રૂ.100, લોખંડના ફણાવાળી લાકડાના હાથા વાળી 1 કુહાડી કિ.રૂ.100 મળી કુલ કિ.રૂ.80,700 નો મુદામાલ કબ્જે કર્યો છે.

RELATED ARTICLES

Most Popular