મોરબીમાં સામાકાંઠે આવેલા માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં વૃદ્ધ વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા હોય ત્યારે પોતાના પડોશમાં રહેતા આરોપીઓએ વૃદ્ધ પર પોતાના ઘરમાં તાંત્રિક વિધિઓ કરતો હોવાનો શક રાખી વૃદ્ધને લાકડીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલા માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં રહેતા રામજીભાઈ વશરામભાઇ આંબલીયા (ઉ.વ.75) એ પોતાના પાડોશમાં રહેતા આરોપી ભલાભાઇ માલાભાઇ અંબાલીયા, કમલેશભાઇ ભલાભાઇ અંબાલીયા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા પોતાની પાડોશમાં રહેતા આરોપીઓએ ફરીયાદી પર પોતાના ઘરમાં તાંત્રીક વિધિઓ કરતો હોવાનો શક રાખી ફરીયાદીને ગાળો આપી લાકડીથી શરીરે મુંઢમાર મારી ઇજાઓ પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.




