HomeMorbiMaliya Miyanaમાળીયાના જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી દારૂની 96 બોટલ ઝડપાઈ 

માળીયાના જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી દારૂની 96 બોટલ ઝડપાઈ 

માળીયા મીંયાણામાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની 96 બોટલ કિં.રૂ.63,360 ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી તેના આધારે રેઇડ કરતા માળીયા મીંયાણામાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળ વેચાણ અર્થે રાખેલી રૂ.63,360 ની કિંમતની વિદેશી દારૂની 96 બોટલના મુદ્દામાલ સાથે આરોપી સલીમ ઉર્ફે પલો દિલાવરભાઈ જેડા (ઉ.વ.37) રહે. સરકારી હોસ્પિટલની બાજુમાં માળીયા (મીં) વાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular