મોરબી વાંકાનેર હાઈવે રોડ પર મકનસર નજીક ચામુંડા હોટલ સામે CNG રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને રૂ.50,400 ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી વાંકાનેર હાઈવે પર રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જે માહિતીના આધારે વોચ ગોઠવતા મોરબી વાંકાનેર હાઈવે રોડ પર મકનસર નજીક ચામુંડા હોટલ સામે CNG રીક્ષામાંથી વિદેશી દારૂની 36 બોટલ કિં.રૂ.50,400 તથા મોબાઇલ ફોન, રીક્ષા સહિત કુલ કિં.રૂ.1.55 લાખના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્રભાઇ રૂગનાથભાઈ એરણીયા (ઉ.વ.34) તથા દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (ઉ.વ.30) રહે. બંને શીવપાર્ક શેરી નં.2 પીપળી ગામ તા. મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ આપનાર લાલાભાઈ કાઠી દરબારનુ નામ ખુલતા ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




