Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેરના યુવકને સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો

વાંકાનેરના યુવકને સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો

Advertisement
Advertisement

સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટો મુકતા લોકોએ ચેતવાની જરૂર છે. વાંકાનેર સિટી પોલીસે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથે ફોટો મુક્ત એ શખ્સને કાયદાનું ભાન કરાવ્યું છે. ઉપરાંત હથિયાર આપનાર શખ્સ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ઈન્સ્ટાગ્રામમાં mr_sultan_ 478692 નામના એકાઉન્ટમાં એક શખ્સે હથીયાર સાથેના ફોટો અપલોડ કર્યો હતો. જેથી આઈડીની તપાસ કરતા શાહરૂખ દાઉદભાઈ સર્વદિ રહે.નવા રાતીદેવરી ગામ તા-વાંકાનેર વાળાનુ હોવાનુ જાણવા મળતા તેની પૂછપરછ કરતા ઈન્સ્ટાગ્રામ આઈડી પોતાનુ હોવાનુ અને આ ફોટો પોતે અપલોડ કરેલ હોવાનુ જણાવ્યું હતું. ફોટામાં દેખાઈ રહેલું હથીયાર સમસુદિન મનવરહુશેન પીરઝાદા રહે-ઝિઝુડા વાળાનું હોવાનું તેને જણાવેલ હતું. જેથી સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદાથી હથીયાર સાથે ફોટા અપલોડ કરનાર શખ્સને પકડી તેની વિરૂદ્ધ આર્મ્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે હથિયાર આપનાર સમસુદિન મનવરહુશેન પીરઝાદા રહે-ઝિઝુડા વાળાની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular