HomeMorbiટંકારાના જબલપુર ગામની સીમમાંથી તીનપત્તી રમતા 3 જુગારી ઝડપાયા 

ટંકારાના જબલપુર ગામની સીમમાંથી તીનપત્તી રમતા 3 જુગારી ઝડપાયા 

ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફીસમાં જુગાર રમતા 3 શખ્સોને રોકડા રૂ.58 હજાર તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.2.88 લાખના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, સંજયભાઇ દુર્લભજીભાઇ પટેલ ટંકારા-લતીપર રોડ જબલપુર ગામની સીમમાં આવેલ ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા તીનપત્તી રમતા 3 જુગારીઓ સંજયભાઇ દુર્લભજી ભાઈ ચારોલા (ઉ.વ.24) રહે. ટંકારા સરદારનગર તા.ટંકારા, પ્રીન્સભાઇ પ્રવિણભાઇ લો (ઉ.વ.23) રહે. ટંકારા ગાયત્રીનગર રૂપાવટી સોસાયટી તા. ટંકારા, શાંતીલાલ મગનભાઇ લો (ઉ.વ.47) રહે. ટંકારા ખડીયાવાસ તા.ટંકારાવાળાને રોકડ રૂ.58 હજાર તથા 5 મોબાઇલ ફોન, વેન્ટુ કાર મળી કુલ કી.રૂ.2.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ શખ્સો વિરુદ્ધ જુગાર ધારા કલમ-4, 5 મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular