Sunday, April 19, 2026
HomeMorbiMaliya Miyanaમાળિયાના જુના ઘાટીલા ગામે જાહેરમાં તીનપત્તી રમતા ચાર જુગારી પોલીસ ગિરફ્તમાં

માળિયાના જુના ઘાટીલા ગામે જાહેરમાં તીનપત્તી રમતા ચાર જુગારી પોલીસ ગિરફ્તમાં

Advertisement
Advertisement

માળીયા મીંયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ.2090 ના મુદામાલ સાથે માળીયા પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, માળીયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રમતા ચાર જુગારી ધીરૂભાઇ સવસીભાઈ ધોરકડીયા (ઉ.વ‌.50), અજયભાઈ કનુભાઈ ધોરકડીયા (ઉ.વ‌.20) , દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા (ઉ.વ.35), રાજેશભાઈ પ્રેમજીભાઈ ધોરકડીયા (ઉ.વ.40), રહે. બધા જુના ઘાટીલા ગામ તા. માળીયા (મીં)વાળાને રોકડ રકમ રૂ.2090 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular