મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામની ખેડૂત પિતાની પુત્રી ક્રિષ્ના શૈલેષભાઈ કોરિંગા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને પેટા હિસાબનીશ /સબ ઓડિટર તરીકે પસંદગી પામી છે.
ક્રિષ્નાની આ સિદ્ધિ બદલ સમગ્ર હમીરપર ગામ હાલ ગૌરવ અનુભવી રહ્યું છે. એક નાનકડા ગામની દીકરીને આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય તે માત્ર એક પરિવાર માટે જ નહીં સમગ્ર ગ્રામજનો માટે પ્રેરણા અને ગૌરવની વાત છે ત્યારે તેમની આ સફળતા અન્ય દીકરીઓને પ્રેરણા રૂપ હોય ચોમેરથી ક્રિષ્નાને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.




